Ahmedabad Get Ready For Bigger Than Ever Amdavad Shopping Festival 2019

Amdavad Shopping Festival 2019

“તૈયાર થઇ જાઓ ભારત ના સૌથી મોટા અને યુનિક Shopping Festival માટે!!!

આપણાં Ahmedabad માં”

Ahmedabad: ગુજરાત ગવર્મેન્ટ ના Vibrant Gujarat અંતર્ગત Ahmedabad Municipal Corporation અને ચેમ્બર ઓફ કોમર્સ ના સહયોગથી શહેરમાં ભવ્ય Shopping Festival નું આયોજન થવા જઈરહ્યું છે. અમદાવાદ શહેરમાં આગામી તારીખ 17 થી 28 જાન્યુઆરી દરમિયાન Amdavad Shopping Festival 2019 નું આયોજન કરેલ છે જે દરેક અમદાવાદીઓ માટે યાદગાર બનશે. આ યુનિક શોપિંગ ફેસ્ટિવલ ખુબજ વિશાળ હશે ગ્રાહકો થી લઈ વેપારીઓ માટે આ શોપિંગ ફેસ્ટ ખુબ ફાયદા કારક હશે. આ પ્રકારનો શોપિંગ ફેસ્ટિવલ ભારત માં પ્રથમ વાર યોજવા જઈરહ્યો છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર આની તૈયારીઓ યુદ્ધ ના ધોરણે ચાલીરહીછે.

Bigger than Ever Amdavad Shopping Festival 2019

Amdavad Shopping festival 2019 Corporation Team

દુબઇ માં દર વર્ષે યોજાતા શોપિંગ ફેસ્ટિવલ માંથી પ્રેરણા લઈ  Ahmedabad Municipal Corporation દ્વારા યોજાયેલા આ Shopping Festival માં એકસાથે 5000 થી પણ વધુ બ્રાન્ડ્સ, જે એક અનોખો શોપિંગનો અનુભવ કરાવવા ઉપરાંત 10 કરોડ સુધીના ઈનામનો લકી ડ્રો જીતવાનો મોકો અને અન્ય અકલ્પનિય ઑફર્સ શહેરીજનો માટે. સાથે સાથે સામાજિક પ્રવૃતિઓ અને અન્ય આકર્ષણો નો જોવાનો લાભ પણ શહેરીજનો આ શોપિંગ ફેસ્ટિવલ માં લઈ શકશે.

“આ ફેસ્ટિવલ નો મુખ્ય હેતુ સ્થાનિક વેપારીઓ માટે બહોળા પ્રમાણમાં ગ્રાહકો વધારી બધા માટે સરખા પ્રમાણમાં આર્થિક તકો ઉભી કરવાનો છે ” – AMC

આ ફેસ્ટિવલને સફળ બનાવવા માટે આજે મેયર શ્રીમતી બીજલ પટેલ અને અન્ય AMC ના અધિકારીઓ દ્વારા રોડ શૉ કરવામાં આવેલ હતો જેમાં શહેરના મુખ્ય માર્ગો આવરી લેવાયા હતા.


Also Read: Soon Ahmedabad gets Aquatic Gallery like Singapore


Ahmedabad Shopping Festival 2019 માં શહેરીજનો માટે શોપિંગ પર અનેક આકર્ષક ઓફર અને લકી ડ્રો ની જાહેરાત પણ AMC દ્વારા કરવામાં આવેલ છે. આ બધી ઓફર નો લાભ લેવા માટે તમારે Ahmedabad Shopping Festival 2019 App (AFC App) ડાઉનલોડ કરવી જરૂરી. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઈફોન પ્લેટફોર્મ માં અવેલેબલ છે. આ એપની મદદ થી જ કોઈપણ ઓફર અને લકી ડ્રો માં રજીસ્ટર કરી શકશો. માટેજ તો આ શોપિંગ ફેસ્ટિવલ સૌથી યુનિક છે.

How to use “ASF 2019” Mobile App

આપના મોબાઈલ માં Amdavad Shopping Festival ASF 2019 એપ ડાઉનલોડ કરો. જે તમને તારીખ 17 થી 28 જાન્યુઆરી 2019 દરમ્યાન આ શોપિંગ ફેસ્ટિવલ ખરીદી માટે કૂપન્સ, ગિફ્ટ વાઊચર્સ વગેરેની માહિતી અપડેટ થશે. ફૂડ અને રેસ્ટોરન્ટ્સ માટે પણ ઑફર આજ એપ માંથી મેળવી શકશો. આ એપ માં ફેસ્ટિવલ દરમ્યાન યોજવામાં આવેલી ઈવેન્ટ્સ, કોન્સર્ટસ અને અન્ય એક્ટિવિટી ની દરેક માહિતી ની અપડેટ હશે.

આ એપ્લિકેશન માં my gift vouchers ઓપ્શન માં તમે મેળવેલા દરેક વાઉચર અને કુપન ની માહિતી મળશે. જેનો ઉપયોગ તે સ્ટોર્સ ની વિઝીટ અને ખરીદી કરતી વખતે ઉપયોગ કરીશકશો.

મેગા લકી ડ્રો માં ભાગ લેવામાટે ખરીદી કરવી જરૂરી. તમે કરેલી ખરીદી ને દરેક માહિતી જેવી કે નામ, સ્ટોર નું નામ, કિંમત વગેરે આ એપ્લિકેશન માં અપડેટ કરવાની રહેશે. અને વિજેતાઓ નું લિસ્ટ પણ આ એપ માજ જોઈશકો. આ લકી ડ્રો દર કલાકે અપડેટ થશે અને એક વખત જ આ મેગા ડ્રો તમે ભાગ લઈ સકો.

અમદાવાદ શોપિંગ ફેસ્ટ 2019 ને બહોળો પ્રતિસાદ મળે તે માટે અને દરેક શહેરીજનો ની સરળતા માટે આ ફેસ્ટ માં શોપ્સ મોડી રાત સુધી ચાલુ રહેશે, માટે આ શોપિંગ ફેસ્ટ તમારું Perfect Night Hangout Place બનીશકે!

આ ફેસ્ટ માં દરેકના માટે કૈંક ને કૈંક છે, સેટ કરીલો તમારું શેડ્યુલ, ચુક્સો નહિ આ Amazing Amdavad Shopping Festival 2019.

 

Explore What’s hot happening in the city During this Winter Season

Follow us on Social Media

Facebook | Instagram

Write to us at contact@amdavadblog.com

About Blogger

Admin of amdavad blogs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *