Restaurant of the week | Inside out reviews at Iscon Thal Ahmedabad

iscon thal ahmedabad best gujarati thali

“Our take on Iscon Thal Ahmedabad”

અમદાવાદ એટલે ભારત નું સર્વ પ્રથમ વલ્ડ હેરિટેજ શહેર, પોળો નું શહેર, વાવ અને મિનારાઓ નું શહેર. માટેજ તો અમદાવાદ શહેર વિશ્વના ટુરિસ્ટો ની પસંદ બની રહ્યું છે, હે ને! કોઈ એ સીદીસૈયદ ની ઝાળી ની અદભુત કોતરણી ની સૌંદર્યતા વખાણી તો કોઈ કે ઝુલતા મિનારાને એન્જિનિયરિગ મારવેલ્સ ગણાવ્યા, કોઈ એ પોળો ની સંસ્કૃતિ વખાણી તો કોઈ એ સાબરમતી રિવર ફ્રન્ટ, પણ આ બધા માં એક કોમન વસ્તુ કે જેને દરેકે બિરદાવ્યું એ છે ગુજરાતી ભોજન. ગુજરાતી ભોજન નો પર્યાય એટલે ગુજરાતી થાળી કહી શકાય.

પિઝા,પાસ્તા, બર્ગર અને બીજા ઘણીબધી ઇટમ્સ છતાં પણ થાળી પ્રત્યેનો પ્રેમ ભાવ યથાવત છે. અમદાવાદ નો એસ. જી. હાઇવે એ ફૂડીઓ નું હબ કહી શકાય, ક્યાં ભોજન લેવું! આપ્રશ્ન તમારા ગ્રુપ માં 100% ઉદ્ભવતો હશે. Dont you worry, we’ve got you covered. Zomato ના રિવ્યૂ અને રિસેન્ટ પોપ્યુલારિટી પરથી ઇસ્કોન સર્કલ પરના ઈસકોન થાળ માં જવાનું ફાઇનલ. So, આ વખતનું Restaurant of the Week “Iscon Thal”.

A lil bit about the place Iscon Thal:

ઇસ્કોન મંદિર ની નજીક ઇસ્કોન સર્કલ પર હોવાથી નામ Iscon Thal. ઇસ્કોન થાળ ને  “Best Authentic Gujarati Thali in Gujarat”એવોર્ડ પ્રખ્યાત સેલિબ્રિટી સેફ સંજીવ કપૂર દ્વારા મળ્યો છે. Iscon Thal એ મોસ્ટ ઓથેન્ટિક ગુજરાતી થાળી માટેનું નવું સરનામું હોઈ શકે.  પણ આ ના મૂળ માં વર્ષો જૂનો અનુભવ રહેલોછે.  Iscon Thal એ સુરભી ગ્રુપ જૂનાગઢ (સુરભી ડાઇનિંગ હોલ, જૂનાગઢ વાળા) નું વેન્ચર છે.  જે ઘણા વર્ષોથી જૂનાગઢ માં શુદ્ધ,સાત્વિક અને આરોગ્યપ્રદ ગુજરાતી ભોજન પીરસવા માં પ્રખ્યાત છે.

Awards at iscon thal

અહીં Hygienically Prepared ફૂડ પપીરસવામાં આવેછે અને રેસ્ટોરન્ટ માં સ્વચ્છત્તા ની પૂરતી જાળવણી, તમે ખુદ મુલાકાત દરમ્યાન અનુભવી શકો.

Iscon thal માં જમવાનું તમારું Excuse:

ઇસ્કોન થાળ ની આજુબાજુ શોપિંગ માટેના વિવિધ મોલ અને માર્કેટ આવેલાછે, ઇલેક્ટ્રોનિક્સ થી લઈ બ્રાન્ડેડ કપડાં ની ખરીદી માટેનું ઉત્તમ સ્થાન. આસ પાસ ઘણા મુવી થીયેટર્સ પણ છે. અને જો તમે ઑથેન્ટિક ગુજરાતી વ્યંજ નો ટેસ્ટ કરવા માંગતા હોય તો બીજાકોઇ Excuse ની જરૂર નથી.

What about the Ambiance?

આધુનિક ઈન્ટીરીઅર અને ડેકોરેટિવ લાઈટિંગ્સ થી સજ્જ આ a/c પ્લેસ Casual Dining માટે જાણીતું છે. અંદર નું વાતાવરણ હળવું અને સાચા અર્થમાં ગુજરાતી થાળી અને ડાઇનિંગ નો સંપૂર્ણ અનુભવ કરાવે છે. જમવાની સાથે ઇસ્કોન બ્રિજ પરની કોલાહલ માણવી હોય તો અહીંની રોડ સાઈડ ટેબલ બુક કરી શકો.

Iscon Thal place

What you will get in the Plate at Iscon Thal!

અહીંની પ્લેટ ના આકારની જેમ પીરસવામાં આવતું મેનુ પણ યુનિક છે જેમાં અલગ ટોટલ 27 થી 28 વાનગીઓ નો સમન્વય છે. વેલકમ ડ્રિન્ક થી તમારું સ્વાગત થયાબાદ અવનવી પ્યોર ગુજરાતી વાનગીઓની સફર સારું થાયછે.

સામાન્ય રીતે ઇસ્કોન થાળ માં પીરસવામાં આવતી વાનગીઓ માં વિવિધ ૪ સબ્જી, 3 ફરસાણ, રોટી-પુરી-ભાખરી-રોટલા . ૨ મીઠાઈ, કાઢી-ખીચડી, દાળ-ભાત તેમજ છાસ-પાપડ અને સલાડ વિવિધ ચટણી. દેશી માખણ વગેરેનો સુલભઃ સમન્વય છે . અહીં લંચ અને ડિનર બંને માં અલગ વાનગીઓ ની વિવિધતા જળવાઈ રહે તેરીતે મેનુ ગોઠવવામાં આવેછે.

 

iscon thali menu items

થાળીમાં પીરસવામાં આવતી સબ્જીમાં એક કઠોળ, એક લીલોત્રી, પંજાબી અને ઇસ્કોન થાળ સ્પેસિયલ રસાવાળા બટેકા પીરસવામાં આવેછે. આ સબ્જી ની વેરાઇટીમાં દરરોજ વિવિધતા જોવામળેછે પણ અહીંના કેટલાક પ્રખ્યાત વેજિટેબલ્સ માં ઊંધિયું, ઓળો, ભરેલી ભીંડી, પનીર નું શાક અને રસાવાળા બટેકા ના ચાહકો અનેક છે અને વારંવાર આનો સ્વાદ માણવા અહીં પધારેછે.

ઇસ્કોન થાળ માં તમે પારંપરિક થાળીમાં ખાસ ઇનોવેશન જોઈ શકો. અહીં વિવિધ ૩ જાતના ફરસાણ પીરસેછે જેમાં અલગ-અલગ ચાટ, પાત્રા, ખમણ, ઢોકળા, કચોરી, ખાંડવી, ભજીયા અને સમોસા જેવી નવલ વાનગીઓ ગ્રીન અને સ્વીટ ચટણી સાથે પીરસાય છે. અહીં ફરસાણ માં કિસમિસ ટોસ્ટ અને સીંગ ચાટ ખુબજ લોકપ્રિય છે.


Also read: Farali eats Ahmedabad | Best places for Navratri fasting food(Vrat) | Upvas special


અહીં થાળીમાં દેશી માખણ પણ પીરસાય છે, બાજરીના ગરમ રોટલા અને દેશી માખણની માજા માણવી હોય તો ઇસ્કોન થાળ માંજ આવુંપડે. અહીં રોટી, ભાખરી, પરોઠા અને રોટલા ગરમ-ગરમ પીરસવાનો આગ્રહ રખાયછે.

દરેક આઈટમ માં સાત્વિકતા અને હાઇજીન નો પૂરતો ખ્યાલ રખાયેલો છે સાથે દરેક આઈટમ તાજી અને ગરમ જ પીરસાયછે. આ બધાની સાથે ભરેલા મરચા નું કોમ્બિનેશન “આઉટ ઓફ વર્લ્ડ ” છે સાથે ગ્રીન સલાડ, ગોળ અને વિવિધ અથાણાં પણ અવેલેબલ છે.

સ્વીટ્સ માં પણ અહીં દરરોજ વિવિધતા જોવામળે માલપુવા, જાંબુ, મેસુબ, જલેબી, લાડુ વગેરે જેવી ભાતીગળ મીઠાઈઓ પીરસાય છે.

અહીંનું મેનુ અલગ અલગ ઋતુને અનુકૂળ ગોઠવવામાં આવેછે અને તહેવારો ને અનુકૂળ વાનગીઓ ઉમેરવામાં આવે.

અહીંની મુલાકાત દરમ્યાન અહીંની વિશિષ્ટ ગુજરાતી દાળ નો ટેસ્ટ કરવાનું ચુક્સો નહિ, સ્વાદિષ્ટ અને હેલ્થી આ દાળ નો ટેસ્ટ અનેરો છે. અહીં સાત્વિક કાઢી-ખીચડી પણ પીરસાય છે.

થાળીનો સુખદ આનંદ માણ્યાં પછી અહીંની મસાલા છાસ અને અંતમાં મીઠું પાન ગુજરાતી થાળીની સંતુષ્ટિ પૂર્ણ કરેછે.

iscon thal service

ફૂડ ની સાથે બીજું અહીંની સર્વિસ 5 માંથી 5. જેન્ટલ અને વેલ ટ્રેઈન્ડ સ્ટાફ તમારી કોઈપણ ક્વેરી નું તુરંત સોલ્યૂશન લાવશે. તમારી થાળી માં કંઈપણ વસ્તુ ખાલી થતા ની સાથેજ ફરી સર્વ કરવા હાજર, ખરા અર્થમાં તમે Iscon Thal માં “ભોજનનો આગ્રહ” કરવાની પ્રથા આનુભવી શકો. અહીં જૈન ફૂડ ની પણ વ્યસ્થા છે.

અહીં  થાળીની કિંમત 299 રૂપિયા અને 4 થી 10 વર્ષ ના બાળકોમાટે થાળીના 180 રૂપિયા છે પણ અહીંનું ફૂડ પૈસા વસુલ છે. થાળીની બધી ઇટમ્સ નાના બાળકોથી લઈ ઉંમરલાયક લોકોને આનુકૂળ આવે તેવીછે.

ઇસ્કોન થાળ એ અમદાવાદ માં તમારી ટ્રેડિશનલ ગુજરાતી થાળી  ક્રેવિંગ અને બેસ્ટ અનલિમિટેડ ફૂડ  માટેનું પસંદગીનું પ્લેસ બનીશકે.

 

Address: Above Aishwarya Show Room, Iscon Circle, S.G. Road, Satellite, Ahmedabad

Timings: Lunch 11:15 AM to 3:15 PM | Dinner 7:00 PM to 11:00 PM

 

Want to be featured with us, Reach us at contact@amdavadblog.com

Don’t forget to put your Suggestions-Feedback-Recommendation in the Comments

About Blogger

Admin of amdavad blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *