Cafe of the Week | અનન્ય ગાંધી થીમ પર આધારિત | Karma Cafe Ahmedabad

karma cafe ahmedabad

Karma cafe Ahmedabad

આપણું અમદાવાદ એટલે ગાંધીજી નું ગામ. શહેર ના મૂળ માં ગાંધીજી નો વિશ્વાસ અને સરદાર પટેલ નો વહીવટ. હજી પણ અમદાવાદ શહેરમાં ગાંધી વિચારધારા ની ઊંડી છાપ ઘણા સ્થાનો પાર જોવામળે. શહેર ના હિડેન જેમ્સ અને બેસ્ટ પ્લેસ ની અમારી શોધખોળ દરમિયાન આ વીક નું “Cafe of the Week” Karma cafe Ahmedabad.

 

karma cafe ahmedabad front look

ગાંધી આશ્રમ અને કોચરબ આશ્રમ ની જેમ ગાંધી વિચારધારા ને હયાત રાખતું સ્થાન એટલે Karma Cafe. આશ્રમ રોડ જેવા ગીચ વિસ્તાર માં અખૂટ શાંતિ ની અનુભૂતિ કરાવતું શહેર નું છૂપું રત્ન એટલે કર્મા કાફે. જ્યાંની શાંતિ, સાદગી અને સેવા ની, ત્યાં મુલાકાત લીધાપછી  જ અનુભૂતિ કરીશકો. કર્મા કાફે પૂર્ણ રીતે ગાંધીજીના જીવન નું પ્રતિબિંબ, જીવન જીવવાની રીત સીખવાતું અને જીવન નું સાચું સત્ય એટલે “કર્મ “ ના નામ પર આધારિત ગાંધી થીમ કાફે.

navjeevan trust ahmedabad

About the place “Karma cafe”

શહેર ના પ્રખ્યાત આશ્રમ રોડ પર સ્થિત નવજીવન ટ્રસ્ટ, જ્યાં હજીપણ ભારતની આઝાદી નો અમર ઇતિહાસ સચવાયેલો છે, કર્મા કાફે તે નવજીવન ટ્રસ્ટ કમ્પાઉન્ડ માંજ સ્થિત છે. નવજીવન ટ્રસ્ટ ની સ્થાપના ખુદ ગાંધીજી દ્વારા વર્ષ ૧૯૨૯ માં થયેલ. નવજીવન ટ્રસ્ટ આઝાદી ની ચળવળ દરમિયાન નવજીવન પ્રેસ તરીકે પણ જાણીતું હતું. આ સંસ્થા નવજીવન ટ્રસ્ટ ગાંધીજીના સાહિત્ય અને વિચારોનો પ્રસાર કરે છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત ભારતની અન્ય ભાષાઓનાં 800થી વધારે પુસ્તકો અહીં પ્રકાશિત કર્યા છે.

karma cafe ahmedabad

કર્મા કાફે ની મુલાકાત દરમિયાન અહીંના મુખ્ય બિલ્ડીંગ માં સ્થિત મ્યુઝિયમ જ્યાં જૂનું પ્રિન્ટિંગ પ્રેસ મશીન અને દુર્લભ ફોટોગ્રાફ અને બૂક્સ જોઈસકો. જો તમે ફૂડી ની સાથે ઇતિહાસ અને વાંચવાના શોખીન હોય તો કર્મા કાફે તમારી કાયમી પસંદ બની રહેશે.

Navjeevan trust ahmedabad

“Karma Cafe” પાછળ ની વિચારધારા

કર્મા કાફે ની શરૂઆત ૩૦ જાન્યુઆરી, ૨૦૧૫ માં નવજીવન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ દ્વારા કરવામાં આવેલ. આ કાફે માં ચા અને નાસ્તા ની સાથે તમે ત્યાં રાખેલા વિવિધ પુસ્તકો પણ વાંચી શકો. કર્મા કાફે તેના ઓર્ગનિક અને સાત્વિક નાસ્તા અને વ્યંજનો માટે પ્રખ્યાત છે. સાત્વિક આહાર નો વધુ ને વધુ લોકો લાભ લાઈસકે એ કર્મા કાફે નો મુખ્ય હેતુ રહ્યો છે.

karma cafe ahmedabad

કાફે ની દીવાલો પર ગાંધીજી, સરદાર અને બીજા મહાનુભાવોના અવતરણ (Quotes) દર્શાવેલા છે. અહીંના શાંત વાતાવરણ માં મસાલા ચા સાથે બૂક્સ વાંચવાની અલગ જ માજા છે. કર્મા કાફે ની બુકશેલ્ફ માં મહાભારત, રામાયણ, હેલ્થ, ગાંધી અને સરદાર ના જીવન પર આધારી હિન્દી, ઇંગલિશ અને ગુજરાતી ભાસમાં બૂક્સ રાખેલ છે જે અહીં બેસીને વાંચી શકો.

 

karma cafe ahmedabad books

“Karma cafe Ahmedabad” ની વિશિષ્ટતા

કર્મા કાફે ના કન્સેપટ ની જેમ અહીંનું મેનુ પણ હટકે છે. અહીં નાસ્તામાં ભાખરી, થેપલા, હાંડવો, ઢોકળા, મુઠીયા, ખીચું, ભાખરી પિત્ઝા વગેરે જેવો સાત્વિક ગરમ નાસ્તો હોયછે. રોજ ગરમ નાસ્તા ની આ વાનગીઓ માં થી કોઈપણ બે હોયછે અને રોજ બદલાતી રહેછે. અન્ય ચેવડો, ખાખરા, વઘારેલા સેવ મમરા, પૌવા, બિસ્કિટ, બિસ્કિટ વિથ ટોપિંગ અને અન્ય.

karma cafe ahmedabad image

ગરમ પીણામાં મસાલા ચા, હોટ કોફી, હોટ ચોકલેટ, મોકા કોફી, એસ્પ્રેસો અને અમેરિકાનો કોફી રેગ્યુલર હોય છે. અહીંનું વિશિષ્ટ લીંબુ પુદીના તુલસી સરબત કદાચ તમને બીજે ક્યાંય જોવાં નહીંમળે. આ કાફે માત્ર ખાવા માટેજ નહિ પણ ભાગદોડ ભરી ઝીંદગીને બે ક્ષણ રોકી, ચીર શાંતિ ની અનુભૂતિ કરાવેછે.

 

karma cafe ahmedabad food

અહીંની દરેક વસ્તુ ખુબજ વ્યાજબી ભાવની છે. સૂકો નાસ્તો જેવોકે ખાખરા, મમરા વગેરે એક પ્લેટ માત્ર ૩૦ રૂપિયા અને થેપલા-ભાખરી, મકાઈ ખીચું ના માત્ર ૪૦ રૂપિયા. મસાલા ચા ૧૫ અને હોટ ચોકલેટ, કોલ્ડ કોફી  ૫૦ રૂપિયા.

અહીં ના વિશિષ્ટ કોમ્બો જેવાકે કોઈપણ કોફી + બિસ્કિટ માત્ર ૫૦ રૂપિયા જયારે સરબત ૪૦ રૂપિયા માત્ર.

આ કાફે ના શરૂઆત ની પેમેન્ટ સિસ્ટમ પણ વિશિષ્ટ હતી. કાઉન્ટર પર રાખેલ પેટીમાં તમારે તમારી અનુકુતા પ્રમાણે જે ચૂકવવું હોય તે પેટીમાં રાખી દેવાનું, બિલ કે કેશિયર જેવી કોઈ સિસ્ટમ જ નહોતી. હજીપણ તે પેટી કાઉન્ટર પર જોઈસકો. આ સંસ્થા સયંસેવકો દ્વારા ચલાવતી હોય, કાફે વિશેની કોઈપણ માહિતી કર્મચારીઓ ને પુછી શકો તમને સંતોષ કારક જવાબ ૧૦૦% મળશે.

 

karma cafe ahmedabad interior

“Gandhi Thali” નામ તો સાંભળ્યું જ હશે

સાત્વિક નાસ્તા સિવાય અહીંની “ગાંધી થાળી “ ખુબજ પ્રખ્યાત છે. Karma Cafe માં દર શુક્ર, સાની અને રવિ વારે અઠવાડિયાના માત્ર ત્રણ દિવસ જ ગાંધી થાળી નો આનંદ લાઈસકો. સપ્તાહ ના અંત માં ગાંધી થાળી માટેનો સમય સાંજે ૭ થી ૯ વાગ્યા સુધીનો છે અને વધુમાં વધુ ૧૨૫ લોકોને વહેલા તે પહેલા ના ધોરણે આ નો લાભ લાઈસકે. અહીંના બીજા નાસ્તાની જેમ ગાંધી થાળીમાં પણ સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવેછે, જેમાં શાક, ખીચડી – કાઢી, રોટલા-ભાખરી અને લો સુગર સ્વીટ સામેલ છે.

gandhi thali karma cafe

ખુબજ વ્યાજબી આ થાળી વિદ્યાર્થીઓ માં ખુબ પ્રખ્યાત છે અને  ફૂડ ના શોખીન લોકો માટે આ અલગ અનુભવ હોઈ શકે. થાળીમાં પીરસવામાં આવેલા વ્યંજનો લો કેલેરી, લો સુગર, સાત્વિક અને દેશી પદ્ધતિથી બનાવામાં આવેછે.

food karma cafe

આ કાફે ની બીજી વિશેષતા એ છે કે અહીં પીરસવામાં આવતી દરેક વસ્તુ  માટીના વાસણો(કુલ્લડ) તથા વુડેન પ્લેટસ  માં સર્વ કરવામાં આવે જે રિસાઇક્લેબલ છે અને પ્લાસ્ટિક નો મિનિમમ ઉપયોગ થાયછે.

આ કાફે સ્વયં સેવકો દ્વારા ચાલતું હોવાથી “સેલ્ફ સર્વિસ” ની પ્રથા છે અને જમ્યા પછી સ્વયં પ્લેટસ ને ડસ્ટબીન માં નાખવાની પ્રથા છે.


Read Also: High Protein Morning Breakfast options in Ahmedabad


“Karma Cafe Ahmedabad” અન્ય વિશિષ્ટતા

કર્મા કાફે કાફે કમ એક્ઝિબિશન સેન્ટર અને આર્ટ ગેલેરી ઉપયોગ લેવયછે. અહીં બીજા એટ્રેકશન તરીકે સત્વ એક્ઝિબિશન અને સત્યા આર્ટ ગેલેરી છે. સત્વ એક્ઝિબિશન માં ખાદી ના વસ્ત્રો ની ખરીદી કરી શકાય અને સત્યા આર્ટ ગેલેરીમાં શહેરના વિવિધ આર્ટીસ્ટો દ્વારા પેઇન્ટિંગ અને આર્ટ નું પ્રદર્સન ગોઠવવામાં આવતું હોયછે, જેનો પણ લાભ લઈ શકાય.

satya art gallery ahmedabad

અહીંની શાંતિ માં બેસી વાંચવાની માજા અલગ જ છે કોઈ ડિસ્ટર્બ કરશે નહિ, અહીં બેસી રહેવાની કોઈ સમય મર્યાદા નથી કાફે ના સમય દરમિયા, ભલે તમે કોઈ વસ્તુ ઓર્ડર કરેલી ના હોય.  

આ કાફે  લેખકો, કલા પ્રેમીઓ, અને વિદ્યાર્થીઓ માટે મનોમંથન અને ઇન્સ્પિરેશન મેળવવા માટેનું શહેરમાં ઉત્તમ સ્થાન હોય શકે.

karma cafe ahmedabad

ઇન્ડોર કાફે ફૂલી એરકન્ડિશન છે અને કાફે ની બહાર પણ લાઇટિંગ થી સુશોભિત બેસવાની વ્યવસ્થા છે, સાંજના સમયે કાફે ની બહાર ની જગ્યા પર બેસી ચા – કોફી ની મિત્રો સાથે માજા માણવી અહીં ની  Must thing to do.

 

karma cafe ahmedabad outdoor sitting

Karma cafe Ahmedabad નો સમય બપોરે ૧૨ થી રાતે ૯ વાગ્યા સુધીનો છે. અને સોમવારે આ કાફે બંધ હોયછે.

Address: Navjivan Trust, Behind Gujarat Vidyapith, Ashram Road, Ahmedabad

 

Like us on Facebook

Follow us on Instagram

Don’t forget to share your feedback/suggestions with us in Comments 

Write to us at contact@amdavadblog.com

About Blogger

Admin of amdavad blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I accept that my given data and my IP address is sent to a server in the USA only for the purpose of spam prevention through the Akismet program.More information on Akismet and GDPR.